છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે ત્યારે તાજેતરમાં પડેલા વરસાદના કારણે વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ ગઈકાલે ઓવરફ્લો થયો હતો જે અનુસંધાને વાંકાનેર કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આજે ડેમ ખાતે પહોંચી નવા નીરના વધામણા કર્યા હતા….
આ તકે કોંગ્રેસ અગ્રણીઓ પૈકી ઈરફાન પીરઝાદા(પુર્વ પ્રમુખ વાંકાનેર માર્કેટ યાર્ડ), નવઘણભાઈ મેઘાણી (મોરબી જિલ્લા પંચાયત સદસ્ય), શકીલ પીરઝાદા (પ્રમુખ, વાંકાનેર માર્કેટ યાર્ડ), ગુલામભાઈ પરાસરા (પુર્વ ઉપપ્રમુખ મોરબી જિલ્લા પંચાયત), ગોહેલભાઈ (વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ), અશ્વિન મેઘાણી(ઉપપ્રમુખ વાંકાનેર માર્કેટ યાર્ડ),
જલાભાઈ શેરસીયા(પ્રમુખ ચંદ્રપુર સહકારી મંડળી), હાસમભાઈ બામભણીયા(સરપંચ, જુની કરાવડી), મુસ્તકીમ બાદી (સરપંચ સમઢીયાળા), આબીદ ગઢવારા (પ્રમુખ, વાંકાનેર યુવા કોંગ્રેસ) સહિતના હાજર રહ્યા હતા. આ સાથે જ હાજર તમામ કોંગ્રેસ કાર્યકરો સહીત આગેવાનો દ્વારા ડેમ અધિકારી પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf