ખેરવા બસસ્ટેશનથી ગામ તરફ જતા રોડ પર બનેલ બેઠા પુલ પર પડ્યા બે મોટા ગાબડાં, હજુ ગઈકાલે જ જી.ઈ.બી.ની ગાડીને અહિં અકસ્માત નડ્યો…
વાંકાનેર તાલુકાના ખેરવા ગામના બસસ્ટેશનથી ગામ તરફ જતા રોડ પર બનેલ બેઠા પુલ પર બે મહાકાય ખાડા પડી ગયા છે જેના કારણે અહિં પસાર થતા નાગરિકો પર ગંભીર અકસ્માતનો ખતરો તોળાઇ રહ્યો છે. પુલ પર પડેલા આ ગાબડાંના કારણે હજુ ગઈકાલે ગામમાં ટીસી રીપેર કરવા માટે આવેલ જી.ઈ.બી.ની ગાડીને અકસ્માત નડયો હતો જેમાં અહિં ખાડામાં ગાડી ફસાઈ જતાં ગામલોકોની મદદથી મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી.
ખેરવા ગામના બસસ્ટેશનથી ગામ તરફ જતા આ રોડ પર ત્રણ ગામોના નાગરિકો અવર-જવર કરે છે જેને હાલ બંધ કરાવી પડી છે, જેથી આ ગાબડાંના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય પુર્વ તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી કરવામાં આવે તેવી ગામલોકોમાં માંગ ઉઠી છે. બાબતે ગામનાં સરપંચ રાજભા ઝાલા અને પુર્વ સરપંચ સિધ્ધરાજસિંહ ઝાલા દ્વારા પણ જવાબદાર તંત્રને રજૂઆત કરી તાત્કાલિક આ પુલનું નવિનીકરણ કામ કરવાં માંગ કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf