વાંકાનેર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા અને વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલાં કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં એસ.ટી બોર્ડના વિભાગીય નિયામક પણ હાજર રહ્યા હતા અને જેમના હસ્તે નિવૃત્ત થઈ રહેલાં કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું…

એસ.ટી. કર્મચારી મંડળ વાંકાનેર ડેપો તથા બાપા સીતારામ ગ્રુપ એસ.ટી. ડેપો વાંકાનેર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં કોરોના જેવા વિપરીત સમયમાં પણ જીવનાં જોખમે ફરજ બજાવી વય મર્યાદા સબબ નિવૃત થઈ રહેલાં વાંકાનેર એસ.ટી. ડેપોના ડ્રાઈવર, કંડકટર, વર્કશોપ કર્મચારીઓનું સન્માન તથા એસ.ટી.ના સ્વર્ગસ્થ કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી…

આ કાર્યક્રમમાં રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક જે. બી. કલોતરા, વિભાગીય યાંત્રિક ઈજનેર એન. સી. સોની, વાંકાનેર એસ.ટી. કર્મચારી મંડળનાં અગ્રણી જયુભા ડી. જાડેજા, ગાયત્રી શક્તિપીઠનાં મહંત અશ્વિનભાઈ રાવલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા, સુખદેવ ડાભી તથા નિવૃત્ત કર્મચારીઓનાં પરિવારજનો હાજર રહ્યા હતાં અને નિવૃત્ત થઈ રહેલાં તમામ કર્મચારીઓનું ફૂલહાર તથા શાલ ઓઢાડી, સ્મૃતિભેટ અર્પણ કરી અગ્રણીઓનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું…

આ તકે તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા દ્વારા પણ નિવૃત્ત કર્મચારીઓને સ્મૃતિ ભેટ તેમજ વિભાગીય નિયામક દ્વારા કર્મચારી મંડળનાં અગ્રણી જયુભા ડી.જાડેજાની કાર્ય પદ્ધતિને બિરદાવવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા વાંકાનેર એસ.ટીના જે. બી. ઝાલા, ભરતસિંહ જાડેજા, મહેબૂબભાઈ લાહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જનકસિંહ ઝાલા, અતુલભાઈ રાજગુરુ, અશોકભાઈ સહિત બાપા સીતારામ ગ્રૂપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!