વાંકાનેર તાલુકાના પંચસિયા ગામની સીમમાં ગત તા.5ના રોજ એક યુવાને ઝેર પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમાં વડોદરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત થયું છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાનાં પંચાસીયા ગામની સીમમાં રહેતા 22 વર્ષીય યુવાન કમલેશ ભઇલાલભાઈ તડવીએ મોટરસાયકલની લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી યુવકને સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તા.10ના રોજ તેનું મોત થતાં આ મામલે વાંકાનેર પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL