વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે આવેલા એટ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાઓના વેકસીનેશન માટે રાજકોટથી આવેલા એક સરકારી કર્મચારીનું અચાનક કોઈ કારણસર ચક્કર આવતા મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે આવેલ પાયલ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના રસીકરણ માટે રાજકોટથી આવેલા બી. એલ. પરમાર નામના કર્મચારીને વેકસીનેશન સમયે અચાનક કોઈ કારણસર ચક્કર આવતા ઢળી પડ્યા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કરેલ. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ કરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA