કુરાન અને ઇસ્લામનું અપમાન કરી મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવી તથા ગુનાહિત કાવતરું રચી, ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વચ્ચે અશાંતિ ઉભી કરી હુલ્લડ કરાવવાનો પ્રયત્ન કરનાર, ઉત્તર પ્રદેશના વસીમ રિઝવી વિરુદ્ધ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા, એડવોકેટ શકીલ પીરઝાદા, વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાળા, ઇકબાલભાઈ એરંડિયા, મંજુર શેરસીયા અને આદિલ વડાવીયા સહિતનાઓ દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે….

વાંકાનેર શહેર પોલીસમાં લેખિત ફરિયાદ સાથે રજૂઆત કરતા એડવોકેટ શકીલ પીરઝાદાએ જણાવ્યું છે કે લખનવ, ઉત્તર પ્રદેશના રહેવાસી વસીમ રઝવી (પૂર્વ ચેરમેન, શિયા સેન્ટ્રલ વકફ બોર્ડ, ઉત્તર પ્રદેશ)એ મુસ્લિમોના પવિત્ર ધર્મગ્રંથ કુરાન શરીફ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી પવિત્ર કુરાનના 26 પ્રકરણોને રદ કરવાની માંગણી મૂકી છે. વસીમ રઝવીનું આ કૃત્ય ઇસ્લામ ધર્મના પવિત્ર પુસ્તક અને ઈસ્લામ ધર્મનું અપમાન છે….

ગુનાહિત કાવતરું રચી વસીમ રઝવી આ કૃત્ય કરી ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ કોમી વૈમનસ્ય ઉભું કરવા માંગે છે તથા ભારતમાં વિવિધ ધર્મના લોકો વચ્ચે અશાંતિ ઊભી કરવા માંગે છે. ભારત દેશ વિરોધી શક્તિઓ સાથે મળી ગુનાહિત કાવતરું રચી વસીમ રઝવી સમગ્ર ભારતના મુસ્લિમો વિરુદ્ધ અન્ય ધર્મના લોકોના મનમાં કોમી વૈમનસ્યનું ઝેર રેડી સમગ્ર ભારતમાં અશાંતિ અને કોમી હુલ્લડો કરવા માંગે છે. ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે,

ભારત તમામ ધર્મોને સન્માન આપે છે અને કોઈપણ ધર્મના પુસ્તકમાં સુધારો-વધારો કરવાની ભારતના બંધારણમાં કોઈ જોગવાઈ નથી, જેથી વસીમ રઝવીના આ કૃત્યથી મુસ્લિમોની લાગણી દુભાઇ હોય, આ બાબતે આરોપી વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા, અલગ અલગ ધર્મના લોકો વચ્ચે અશાંતિ ઊભી કરી કોમી હુલ્લડો કરાવવા, તેમજ રાષ્ટ્રીય સુરક્ષા ધારા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!