વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી આશરે નવ માસ પૂર્વે એક સગીરાનું અપહરણ કરી ફરાર થઈ જનાર આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી નજીક કારખાનામાંથી ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડયો હતો…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણ અને પોક્સો સહિતના ગુન્હામાં ભોગ બનનાર તથા આરોપી બન્ને મોરબી-જેતપર રોડ પર, પીપળી ગામની સીમમાં આવેલ લેનકોસા સીરામીકમાં કામ કરતા હોવાની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા,

તથા પો. કોન્સ. નંદલાલ વરમોરાને મળતા એએસઆઇ હીરાભાઇ એમ.ચાવડા સાથે પોલીસ ટીમ બનાવી ઉપરોકત કારખાનામાં તપાસ અર્થે મોકલતા આરોપી સુરેશભાઇ હરીભાઇ ખમાણી (ઉ.વ. 25, રહે.હાલ પીપળી લેનકોસા સીરામીકમાં તા.જી.મોરબી મુળ કુંભારપરા, વાંકાનેર) તથા ભોગ બનનાર સગીરા મળી આવ્યા હતા. હાલ બન્નેના કોવિડ ટેસ્ટ તેમજ જરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે…

મોરબી પોલીસની આ કામગીરી એન.બી.ડાભી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર A.H.T.U.મોરબી, ASI હીરાભાઇ ચાવડા, રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ,હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા, PC નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા સહિતપો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!