વાંકાનેર તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મતદારો હોંશેહોંશે ભાગ લઇ રહ્યા છે. વાંકાનેર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના તમામ મતદાન બુથો ઉપર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો અને ધીમેધીમે મતદારો મતદાનની પવિત્ર ફરજ નિભાવવા મતદાન બુથો ઉપર કતારો લગાવી રહ્યા છે.

ત્યારે વાંકાનેર લોકલાડીલા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ આજે વાંકાનેર તાલુકાના પીપળીયા ગામે પોતાની મતદાનની પવિત્ર ફરજ નિભાવી અને તાલુકા-જીલ્લા પંચાયત માટે મતદાન કર્યું હતું. આ સાથે જ તેમણે વાંકાનેરના નાગરિકોને પણ પોતાની ફરજ નિભાવતા મતદાન કરવાની અપીલ કરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!