વાંકાનેર તાલુકાના પાડધરા ગામની ચોકડી પાસે જાહેરમાં કોઈ શખ્સો જુગાર રમાતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર રેડ પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પાડધરા નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વેલાભાઇ પોલાભાઈ ઝાલા (રહે. વરડુંસર તા. વાંકાનેર), રઘુભાઈ ગાંડુભાઈ ગોરિયા (રહે ચુપણી તા. હળવદ) અને રવુંભાઈ નકુભાઈ ખાચર (રહે. વીડી જાંબુડિયા તા. વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 10,100 સાથે ઝડપી પાડી ધોરણોસરની કામગીરી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!