વાંકાનેરમાં મહિલાએ લગ્ન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક શખ્સે તેની જિંદગી બગાડી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવ અંગે મહિલાએ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દક્ષાબેન પુનાભાઇ ચાવડા (ઉ.વ. 34, રહે.વાંકાનેર, આંબેડકરનગર શેરી નં-5) એ આરોપી નીરવ હરેશભાઇ ભટ્ટ (રહે. વાંકાનેર, બસ સ્ટેન્ડ સામે) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલના રોજ બપોરના બાર સાડા બાર વાગ્યે આરોપીએ ફરીયાદીના ઘરમાં અપ પ્રવેશ કરીને
ફરીયાદી તથા ફરીયાદીની માતાને બેફામ ગાળો બોલી ફરીયાદીને જાતી પ્રત્યે હડધુત કરી ફરીયાદીને લગ્ન કરવાનુ કહેતા ફરીયાદીએ લગ્ન કરવાની ના પાડતા ફરીયાદીની જીંદગી બગાડી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA