વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 24 બેઠકો ધરાવતી વાંકાનેર તાલુકા પંચાયતમાં 11 બેઠકો પર કોંગ્રેસ અને 13 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો જે બાદ આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમ્યાન કુલ 23 સભ્યો હાજર રહ્યા હતા જેમાં ભાજપના 13 સામે કોંગ્રેસના 10 મતોથી પ્રમુખ તરીકે ભાજપના વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે ભુમિકાબેન વિંઝવાડીયાનો વિજય થયો છે….

આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી દરમિયાન કુલ 24 સભ્યોમાંથી 23 સભ્યો હાજર રહ્યા હતા જેમાં અરણીટીંબા બેઠકના કોંગ્રેસના સભ્ય સુરેશભાઈ બલેરીયા ગેર હાજર રહ્યા હતા. આ સાથે જ ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાને 13 મતો અને કોંગ્રેસના ઉમેદવાર ફાતુબેન યુનુશભાઈ શેરસીયાને 10 મતો મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આવી જ રીતે ઉપપ્રમુખ પદે ભાજપના ઉમેદવાર ભુમિકાબેન વિંઝવાડીયાને 13 મતો અને કોંગ્રેસના વાલજીભાઈ ચૌહાણને 10 મતો મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો…

આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ ખુદ વાંકાનેર આવી ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!