આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં તાલુકા પંચાયતની કુલ 24 સીટ માંથી 13 બેઠકો ભાજપ અને 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. જેમાં તાજેતરમાં જ કોંગ્રેસના એક સભ્યનું ભાજપ દ્વારા અપહરણ કરાયું હોવાના અહેવાલો વહેતા થયા છે, જે બાદ વાંકાનેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આવતી કાલે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચુંટણી યોજાવાની છે ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના મેન્ડેડ પર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે…

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપ તરફથી વર્ષાબેન ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે ભુમિકાબેન અજયભાઈ વિંઝવાડીયાએ ફોર્મ ભર્યા છે જ્યારે સામા પક્ષે કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે ફાતુબેન યુનુશભાઈ શેરસીયા અને ઉપપ્રમુખ પદ માટે વાલજીભાઈ રાધવભાઈ ચૌહાણ એ ફોર્મ ભર્યા છે…

વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોય જે બાદ હવે જોવાનું રહ્યું કે આવતી કાલે પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચુંટણી બાદ શું ભાજપ તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખશે કે પછી વર્ષોથી આવતી પરંપરા મુજબ કોંગ્રેસ બહુમતી ન હોવા છતાં પણ સત્તાના સ્થાને બિરાજમાન થશે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!