વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તથા પૂર્વ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા બંને જગ્યા તાત્કાલિક ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ…

વાંકાનેર વિસ્તારમાં કોરોના સંક્રમણે માજા મુકી છે ત્યારે દર્દીઓ સારવાર, બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શન માટે હેરાનપરેશાન થઈ રહ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ હાલ અંત્યત જવાબદારી પુર્વકની વાંકાનેર પ્રાંત અધિકારી અને મામલતદારની મહત્વપૂર્ણ જગ્યા ખાલી પડી છે ત્યારે વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ અને પૂર્વ મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ પારેખ દ્વારા તાત્કાલિક આ જગ્યાઓ ભરવા રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે….

ઉપરોક્ત રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે વાંકાનેર ખાતે પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીની જગ્યા છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જથી ચલાવાઇ રહી છે. જેમાં હાલ કોરોના મહામારી અને વર્તમાન સંજોગોમાં વાંકાનેર તાલુકા અને શહેરની વસ્તીને ધ્યાનમાં લઈને સરકારી તંત્રના મુખ્ય અધિકારીની જગ્યા ઇન્ચાર્જથી ચાલતી હોય તંત્ર દ્વારા નાગરિકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં સમય વ્યય જાય છે જેનાં કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી આ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આ બંને જગ્યા પર અધિકારીઓની નિમણૂક આપવા માટે માંગ કરવામાં આવી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!