વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે જેની સામે જવાબદાર તંત્ર દ્વારા કોઈ પરિણામલક્ષી કામગીરી ન કરતાં હાલ પરિસ્થિતિ કાબૂ બહાર જણાઇ રહી છે. આવી સ્થિતિમાં પ્રજાને ખુદ જાગૃત થવાની જરૂર હોય જેના માટે વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના નાગરિકોએ પોતાના ગામમાં બહારના વાહનો અને ઠંડાપીણા વહેંચવા પર પ્રતિબંધ લગાવી ગામે જાગૃતતા દાખવી છે…

વાંકાનેર વિસ્તારમાં વધતા જતા કોરોના કેસ સંદર્ભે આજે લિંબાળા ગામે આગેવાનોની એક મિટિંગ મળી હતી જેમાં ગામલોકોએ સ્વેચ્છાપૂર્વક નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી આપણા વિસ્તારમાં ફેલાયેલી બીમારીઓ કાબૂમાં ન આવે ત્યાં સુધીમાં ગામમાં કોઈ અજાણ્યા વાહનોને પ્રવેશ ન આપવો અને ગામમાં વહેંચાતા ઠંડાપીણા પર પ્રતિબંધ લગાવવો….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!