વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ અને શરદી-ફ્લૂ-તાવના કેસની સંખ્યા વધી રહી છે જેમાં છેલ્લા ૫-૬ દિવસથી સ્થિતિ અંત્યત ગંભીર જણાતા વાંકાનેર એગ્રીકલ્ચરલ સીડ્સ & પેસ્ટીસાઈડ્સ એસોસિયેશન દ્વારા આજથી આગામી તા. ૧૧/૦૪ સુધી અડધા દિવસના સ્વેચ્છિક લોકડાઉનમાં જોડાવાની જાહેરાત કરી છે….

વાંકાનેર એગ્રીકલ્ચરલ સીડ્સ & પેસ્ટીસાઈડ્સ એસોસિયેશન દ્વારા કોરોના મહામારી અને વાંકાનેર વિસ્તારમાં સતત વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી આજથી આગામી તા. ૧૧/૦૪/૨૦૨૧ સુધી વાંકાનેર શહેર અને તાલુકાના તમામ એગ્રો અને પેસ્ટીસાઈડ્સ વેપારીઓ અડધા દિવસના સ્વેચ્છિક લોકડાઉન એટલે કે વેપારીઓ પોતાની દુકાનો માત્ર સવારે ૮ થી ૧ વાગ્યા સુધી ખુલી રાખશે અને બપોર બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!