વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘણાબધા વેપારીઓ, મજુરો, દલાલોને શરદી-તાવ-ફ્લૂ ના લક્ષણો દેખાતા યાર્ડ તાત્કાલિક અસરથી રવિવાર સુધી બંધ રાખવા નિર્ણય…

વાંકાનેર વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં વાંકાનેર વિસ્તારની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે. સમગ્ર પંથકમાં ઘરે ઘરે શરદી-તાવ-ફ્લૂ-કોરોના સહિતની બિમારીઓના ખાટલા વધી રહ્યા છે ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પણ ઘણાબધા વેપારીઓ, મજુરો, દલાલોને શરદી-તાવ-ફ્લૂ-કોરોના ના લક્ષણો દેખાતા યાર્ડ તાત્કાલિક અસરથી રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે…

બાબતે વધુ માહિતી આપતાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ જણાવ્યું હતું કે યાર્ડમાં ઘણાબધા દલાલો, મજૂરો, કર્મચારીઓ, વેપારીઓ શરદી-ફ્લૂ-તાવ-કોરોના જેવી બીમારીઓના લક્ષણો ધરાવતા હોય જેથી આ બાબતે ગંભીરતા દાખવી આજે દલાલો સાથે તાકીદે બેઠક યોજવામાં આવી હતી જેમાં યાર્ડ આજે બપોરથી આગામી તા. 11/04/2021, રવિવાર સુધી સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે….

આ સાથે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી તમાંમ જણસીની ઉતરાય પણ બંધ રાખવામાં આવશે જેથી વાંકાનેર વિસ્તારના કોઈ પણ ખેડૂતોએ રવિવાર સુધી યાર્ડમાં પોતાનો માલ વહેંચવા માટે લાવવો નહીં જેની ખાસ નોંઘ લેવી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!