દાયકાઓથી વાંકાનેર નગરપાલિકા ભાજપનો ગઢ રહી છે જેમાં આ વખતે પક્ષના આંતરિક વિખવાદો બાદ આશ્ચર્યજનક રીતે ૧૬ સભ્યોએ પક્ષ સામે બળવો કરી, રાજીનામા ધરી અને મેન્ડેડ વિરુદ્ધ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરતા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવા છતાં શાસનથી દૂર રહેવાની ફરજ પડી હતી. જે બાદ આજે પ્રદેશ ભાજપ દ્વારા બળવાની પ્રતિક્રિયા રૂપે કડક કાર્યવાહી કરી અને વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને તેમના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે….
બાબતે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પ્રદેશ ભાજપ દ્વારા વાંકાનેર શહેર ભાજપના પ્રમુખના હોદ્દા પરથી દૂર કરાયા છે, વાંકાનેર નગરપાલિકામાં ભાજપે ચૂંટણીમાં બહુમતી સાથે વિજય મેળવ્યો હતો, પરંતુ અંદરખાને જુથવાદને કારણે ભાજપે પાલિકામાં સત્તા ગુમાવતા મોરબી જિલ્લા ભાજપ અને વાંકાનેર ભાજપ સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિમાં આજે પ્રદેશકક્ષાએથી આકરો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે….
વાંકાનેર શહેર ભાજપ અને મોરબી જિલ્લા ભાજપ આગેવાનો વચ્ચેના આંતરિક વિખવાદો અને નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખના બહુમત નામો વિરુદ્ધના મેન્ડેડ બાદ પાલિકાના ૧૬ સભ્યોએ રાજીનામા ધરી અને બળવો કરતાં વાંકાનેર નગરપાલિકામાં અપક્ષ શાસન સ્થાપિત થયું હતું જે બાદ પ્રદેશ ભાજપ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પ્રમુખ પદે દુર કરી અને ભાજપના સભ્યપદે ચાલુ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr