વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ ગ્લોસી કોર્ટેક્સ નામના કોટન જિનિંગ મિલમાં બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ અચાનક કોઈ કારણસર વિકરાળ આગ ફાટી નીકળતા મોરબીથી ફાયર બ્રિગેડની ગાડી દોડાવવી પડી છે. આગ બુઝાવવા હાલ સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ આગમાં એક લોડર ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ ગ્લોસી કોર્ટેક્સ નામના કોટન જિનિંગ મિલમાં આજે બપોરના સમયે આગ લાગતા પળવારમાં આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું, બીજી તરફ આગને કાબુમાં લેવા સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ વિકરાળ બની હોય મોરબીથી ફાયર બ્રિગેડની એક મોટી ગાડી ઘટનાસ્થળે પહોંચી રહી છે.
આ આગની ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો બહાર આવી નથી પરંતુ કપાસની હેરફેર કરતું એક લોડર આગની ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા મામલતદાર વાંકાનેર કચેરીનો સ્ટાફ પણ દોડી ગયો છે. વધુમાં કપાસને લોડર વડે ફેરવતી વખતે આગળનો ભાગ તૂટતાં સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે અને આ આગને કારણે લાખની કિંમતનો માલ બળીને ખાખ થઈ ગયો હોવાનું જણાવી મળી રહ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA