વાંકાનેર ભાજપ પરિવારના સક્રિય તેમજ વફાદાર સભ્ય અને શારદા સ્કૂલના પ્રિન્સિપાલ પરેશભાઈ મઢવીની વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક….
મોરબી જિલ્લા ભાજપમાં બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો તેમજ છેલ્લા થોડા સમયથી ખાલી પડેલ વાંકાનેર શહેર મંડળના પ્રમુખના નામોની ગઇકાલે જાહેરાત કરવામાં આવેલ છે….
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાથે પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા ગઇકાલે મોરબી જીલ્લાના બક્ષીપંચ મોરચા અને વાંકાનેર શહેર મંડળના હોદેદારોની નીમણુંક કરવામાં આવેલ છે.
જેમાં મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે અમૃતલાલ કાનજીભાઈ ઠાકરાણી (વાંકાનેર શહેર), મહામંત્રી તરીકે અનિલભાઈ મલાભાઈ હડીયલ (મોરબી શહેર) અને બીપીનભાઈ અમરશીભાઈ પ્રજાપતિ (ટંકારા ગ્રામ્ય)ની નિમણૂક કરવામાં આવેલ છે. આ સાથે જ થોડા દિવસો પહેલા ખાલી થયેલ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે વાંકાનેર ભાજપના સક્રિય અને વફાદાર સભ્ય પરેશભાઈ શંભુભાઈ મઢવીને નિમણૂક આપવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly