વડીયાના જજ દ્વારા વકીલ સામે કરવામાં આવેલ કેસનો વિરોધ નોંધાવી, જજની બદલીની માંગ…

અમરેલીના વડીયા તાલુકાના પ્રિન્સિપાલ જજ શ્રી વી. એમ. જોશી સાહેબ દ્વારા અવારનવાર વકીલોને અપમાનિત કરી દંડ કરતાં હોય તેમજ વકીલ શ્રી એન. બી. રાઠોડની કેસ દરમિયાન ડોક્ટરને બપોર પછી સેશનમાં તપાસવા માટે રજૂઆત કરતા તે રજૂઆતના સંદર્ભમાં વકીલશ્રીને દંડ કરી અરેસ્ટ કરી કસ્ટડીમાં કસ્ટડી બોક્સમાં બેસાડવાનું કહેતા, તેઓને માનસિક તણાવ
થતા હાર્ટએટેક આવતા કોર્ટ બોક્ષમાં ઢળી પડતા તાત્કાલિક વડીયા સરકારી દવાખાને તથા ત્યાંથી અમરેલી સરકારી દવાખાને રીફર કરવામાં આવેલ હતા…

આ બનાવમાં વડીયાના સિવિલ જજ શ્રી વી. એમ. જોશી સાહેબ દ્વારા આ વકીલશ્રી ઉપર કેસ દાખલ કરવામાં આવેલ જેથી વડીયા બાર એસોસિયેશન દ્વારા આ બાબતે વડીયાના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબની બદલી થયાં સુધી ચોક્કસ મુદત સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પસાર કરેલ હોય જેના સમર્થનમાં વાંકાનેર બાર દ્વારા આ નિર્ણયને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે…

બાબતે વાંકાનેર બાર એસોસિએશન દ્વારા ઠરાવ પસાર કરી વડીયા બારને ટેકો જાહેર કરી તા.૦૩-૦૮-૨૦૨૨ થી તા. ૦૮-૦૮૨૦૨૨ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો છે. જેથી આ સમય દરમિયાન વાંકાનેરના વકીલો જામીન અરજી સિવાયની કોઈપણ કાર્યવાહી કરશે નહીં….

 

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!