વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલામહોત્સવ હેઠળ ધોરણ 6 થી 8 ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન અને સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો…

વિદ્યાર્થીઓમાં ચિત્રકલા અને સાહિત્ય કૌશલ્ય વધે અને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમના ભાગરૂપે આ સ્પર્ધા નું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે શાળાના કર્મનિષ્ઠ શિક્ષક રણજીતભાઈ લાલજીભાઈ કટેશીયા દ્વારા બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!