વાંકાનેર સીટી પોલીસે બે અલગ-અલગ દરોડા પાડી જુગાર રમતા આઠને ઝડપી લીધા….

0

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના નવાપરા વિસ્તારમાં જુગારના બે અલગ અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ. 3,200 સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર સીટી પોલીસની પ્રથમ કાર્યવાહીમાં પોલીસ ટીમે વાંકાનેર શહેરના નવાપરા પુલ નીચે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). મેહુલભાઇ ગોરધનભાઇ ચારોલીયા, ૨). મુકેશભાઇ જીણાભાઇ કુઢીંયા, ૩). દેવરાજભાઇ અશોકભાઇ થારકીયા અને ૪). દેવરાજભાઇ નાનજીભાઇ કડીવારને રોકડ રકમ રૂ. 800 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે નવાપરા વિસ્તારમાં આવેલ ખોડિયાર ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). મનુભાઈ ઉર્ફે મનોજભાઈ શામજીભાઈ દેકાવડીયા, ૨). અશ્વિનભાઈ સુરેશભાઈ બાવળીયા, ૩). સાગરભાઈ રામજીભાઈ માલકીયા અને ૪). હિરાભાઈ ગોવિંદભાઈ ચાવડાને રોકડ રકમ રૂ. 2,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl