રહેણાંક મકાનમાંથી 10 કિલો ગાંજા સાથે બે ઝડપાયાં, અન્ય ચારના નામ ખુલતા તેને પણ ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા….

મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં દરોડો પાડી 10 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલા અને એક પુરુષને ઝડપી પાડી, સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી બાબતે કુલ છ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની લક્ષ્મીપરા શેરી નં.૩ માં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા દરોડો પાડી જુબેદાબેન ઉર્ફે જુબીબેન હનીફભાઇ માડકીયા(ઉ.વ. 60), ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણા(ઉ.વ. 31) અને અલીમામદભાઇ હનીફભાઇ માડકીયાના કબ્જા ભોગવટા વાળા મકાનમાંથી 10 કિલો ગાંજા જેની કિંમત રૂપિયા એક લાખ મળી આવ્યો હતો…

પોલીસના આ દરોડા દરમિયાન સ્થળ પરથી આરોપી જુબીબેન હનીફભાઇ માડકીયા અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણા હાજર મળી આવતા પોલીસે બન્નેને ઝડપી લીધા હતા જ્યારે અલીમામદભાઇ હનીફભાઇ માડકીયા હાજર મળી આવ્યો ન હતો….

આ બનાવમાં પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો જેમાં બન્ને આરોપીઓએ આ ગાંજાનો આ જથ્થો ઇરફાન નુરમામદ મકવાણા અને નુરમામદ હાજીભાઇ મકવાણા(રહે. લક્ષ્‍મીપરા, વાંકાનેર)ની મદદથી વેચાણ કરતા હોવાનું અને આ ગાંજો સુરેન્દ્રનગરના અબ્દુલ યુસુફભાઇ સૈયદ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા એસઓજી ટીમે તમામ છ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(સી),૨૦ (બી) ,૨૯ મુજબ ગુન્હો નોંધાવી અન્ય ચાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા…

સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી એક લાખની કિંમતનો દસ કિલો ગાંજો, રોકડા રૂપીયા 15,500, ઇલેકટ્રીક વજન કાંટો કિંમત રૂપિયા 200 અને બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2500 સહિત કુલ રૂ. 1,18,200નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

 

error: Content is protected !!