વાંકાનેર તાલુકા ઢુવા નજીક માલગાડી હડફેટે આવી જતાં યુવાનનું મોત….

0

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર માલગાડીની હડફેટે આવી જતાં એક યુવાનનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક રેલ્વે ટ્રેક પર માલગાડીની હડફેટે આવી જતાં હીરાલાલ ઉર્ફે કલુ નારાયણ યાદવ (ઉ.વ. 25 રહે, એંજો સીરામીક, સરતાનપર રોડ )ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl