વાંકાનેર તાલુકાના વસુંધરા ગામને વાંકાનેર શહેર સાથે જોડતા રસ્તા પર બેનૈયા નદી પર બનાવવામાં આવેલ કોઝ-વે પુલ બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પુર આવવાથી પાણીના વહેણમાં તુટી ગયો હતો, જેના કારણે વસુંધરા ગામના નાગરિકોને આવન-જાવન માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા આ પુલનું નવિનીકરણ કરવામાં આવે તેવી ગામનાં નાગરિકોમાં લોકમાંગ ઉઠી છે…
અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલ વર્ષોથી જર્જરિત હાલતમાં હોય જેથી ગામના નાગરિકો અને આગેવાનો દ્વારા અનેક વખત લગત જવાબદાર તંત્ર તથા ઉચ્ચ અધિકારીઓ રજુઆત કરેલ હોવા છતાં બાબતે આજ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નહોતી જેમાં આ વર્ષે ભારે વરસાદના કારણે આ પુલ પાણીના વહેણમાં તુટી ગયો હતો જે બાદ હવે તાત્કાલિક આ કોઝ-વે પુલને નવો બનાવવામાં આવે અને ત્યાર સુધી કામચલાઉ પુલ પણ બનાવવામાં આવે તેવી બંને ગામના નાગરિકોની માંગ છે…
બાબતે વધુ માહિતી આપતા ગામના આગેવાન પરબતભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, આ કોઝ-વે પુલ તુટી જવાના કારણે ગામનો વાંકાનેર શહેર સાથેનો સંપર્ક તુટી ગયો છે જેના કારણે નાગરિકોએ લાંબો આટો ફરીને અવરજવર કરવી પડે છે, આ સાથે જ આ પુલના નવિનીકરણ માટેની માંગ પણ અમોએ ઉપમુખ્યમંત્રીને કરેલ હોય, જેથી તાત્કાલિક આ પુલનું નવિનીકરણ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે લગત તંત્રને રજૂઆત છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH