વાંકાનેર શહેર નજીક આવેલા ચંદ્રપુર ગામના સામાજિક અને રાજકીય આગેવાન એવા સંજરભાઈ(યાકુબભાઈ) શેરસીયાનો આજે જન્મદિવસ છે. તેઓ સબમર્શીબલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને છેલ્લા 21 વર્ષથી વાંકાનેર વિસ્તારમાં સંજર મોટર રીવાઇડીંગ નામની પેઢી ચલાવતા ફ્લોટેક, ફીટલ, રોટેક, કામધેનુ જેવી સબમર્શીબલ મોટર તથા આશીર્વાદ, ડીપુક જેવી કોલમ પાઈપ કંપનીની ડીલરશીપ ચલાવી રહ્યા છે…

તા. 15/09/1979 ના રોજ જન્મેલા સંજરભાઈ આજે પોતાના જીવનના 42 વર્ષ પુરા કરી 43 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રીય ભુમિકા ભજવી રહ્યા હોય તેમજ ચંદ્રપુર ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે. જેથી તેઓ બહોળું મિત્રમંડળ અને લોકચાહના ધરાવે છે. જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98255 98952 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સંજરભાઈ શેરસીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ… 💐

error: Content is protected !!