વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે રહી ખેતીકામ કરી પોતાના પરિવારનુું ગુજરાન એક ખેડૂત દંપતિએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું, જેથી આ બનાવની પોલીસે નોંધ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જામનગર જિલ્લાના ગઢડા ગામના વતની સોનલબેન રામુભાઇ ચૌહાણ તથા રામુભાઇ ગાંડુભાઈ ચૌહાણ પરિવાર સાથે હાલ વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં રહી ખેત મજૂરી કરતા હોય, જે બન્નેએ ગઇકાલ સાંજે વરડુસર-રાજગઢ રોડ પર સરકારી ખરાબામાં કોઈ અગમ્ય કારણોસર સજોડે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી બંનેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા….

બાબતે મૃતક દંપતીના પુત્ર ભરત સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું, કે અમે બે ભાઈ સિરામિક ફેકટરીમાં કામ કરીએ છીએ અને માતા પિતાના ઘરે વરડુસરમાં કોઈ તકલીફ હતી જ નહિ, કે એવું પણ કોઈ કારણ હતું નહિ કે આવું અઘટિત પગલું ભરવું પડે. મારા માતા પિતાએ આવું શા માટે અને ક્યા કારણથી પગલું ભરી લીધું એ અમારી પણ સમજ બહાર છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી, ખેડૂત દંપતિએ ક્યા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!