વિષ્ણુ ભગવાનના અંશ અવતાર ભૂદેવોના આરાધ્યા દેવ ભગવાન પરશુરામ દાદાના પ્રાગટ્ય દિવસની વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં બ્રહ્મ સમાજ દ્વારા ગઈકાલે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી…

જેમાં સવારે પરશુરામ ધામ બ્રહ્મસમાજ ખાતે પૂજા અર્ચના હોમાત્મક યજ્ઞ તેમજ ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતુ, જે બાદ સાંજના સમયે વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રાનું પ્રસ્થાન ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ વ્યાપાર સેલ સદસ્ય શૈલેષભાઈ ઠક્કર, સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી ભરતભાઈ ઓઝા સહિતના આગેવાનો દ્વારા કરાયા બાદ શોભાયાત્રા વાંકાનેર શહેરના રાજમાર્ગો તરફ આગળ વધી હતી,

જેમાં ગ્રીન ચોક ખાતે પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ મહંમદજાવેદ પીરઝાદા સહિત સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જે બાદ માર્કેટ ચોક ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તથા ભાજપ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ સમગ્ર શોભાયાત્રામાં વાંકાનેર બ્રહ્મ સમાજના નાગરિકો આસ્થાભેર જોડાયા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!