વાંકાનેર વિસ્તારમાં અકસ્માતની હારમાળા થયાવત, પાડધરા નજીક ઇકો અને ડમ્પર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત : બેનાં મોત, એક ઇજાગ્રસ્ત….

0

વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક ગઇકાલે રવિવારના રોજ એક ઇકો કાર તથા ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ગાડીમાં સવાર બે વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલના રોજ વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીકથી પસાર થતી એક ઈકો કાર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકો કારમાં બેસેલ સનાભાઈ લખમણભાઇ કેરવાડીયા અને નારણભાઈ ભરવાડ નામના વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં, જ્યારે અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU