વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ ખાતે રહેતા એક યુવાનના ઘર પાસેથી દરરોજ ફૂલ સ્પીડે બાઈક લઈને પસાર થતાં આરોપીને આ બાબતે ટપારી અને બાઇક ધીમું ચલાવવાનું કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ ત્રણ શખ્સોએ યુવાન અને તેના કાકા પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ ખાતે રહેતા દિનેશભાઇ શામજીભાઇ વીંજવાડીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ઘર પાસેથી સંજયભાઈ ગોવિંદભાઈ સારલા નામનો યુવાન ફૂલ સ્પીડે બાઈક લઈને નીકળતો હોવાથી દિનેશભાઇએ આ બાબતે યુવાનને ઠપકો આપ્યો હતો, જે બાબતનો ખાર રાખી સંજયના ભાઈ આરોપી વિજયભાઈ ગોવિંદભાઇ સારલા, નવઘણ ઉર્ફે લાલો મનજીભાઇ સારલા અને પ્રવિણ ઉર્ફે કાનો મનજીભાઇ સારલાએ ફરિયાદ પાસે આવી ઝઘડો કર્યો હતો….

દરમિયાન ફરિયાદીના કાકા ગણેશભાઇ બનાવ સ્થળે આવી જતાં તેમણે આરોપીઓને ઝઘડો નહીં કરવા સમજાવતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી દિનેશભાઇ અને તેમના કાકા ગણેશભાઈ પર હુમલો કર્યો હતો જેમાં ફરિયાદીના કાકાને માથામાં એલ્યુમિનિયમની પટ્ટી મારી દેતા ઈજાઓ પહોંચી હતી….

જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે દિનેશભાઈની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

 

error: Content is protected !!