ક્રુરતા : વાંકાનેરના રાજાવડલા ગામે તાજી જન્મેલી બાળકીને તરછોડી માતા છનન….

0

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ નજીક આજે વહેલી સવારના સમયે એક તાજી જન્મેલી બાળકી તરછોડી દીધેલી હાલતમાં મળી આવી હતી, જેથી આ બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી ક્રુરતા દાખવનાર માતાની શોધખોળ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામ નજીક આજે વહેલી સવારના એક તાજી જન્મેલી બાળકી તરછોડી દીધેલી હાલતમાં મળી આવી હતી, જે અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરતા વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી જેમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલના સ્ટાફે માસૂમ બાળકીના આરોગ્યની તપાસ કરતા બાળકી અધૂરા માસે જન્મેલી હોવાથી વજન પણ ઓછું હો,ય જેથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવી છે…

આ બનાવ મામલે જુના રાજાવડલા ગામના રહેવાસી ઉસ્માનભાઈ જલાલભાઈ વડાવીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, કોઈ અજાણી સ્ત્રીએ પોતાની કુખે તાજી જન્મેલ બાળકીનો જન્મ છુપાવવાના ઈરાદે અવાવરૂ જગ્યાએ અસુરક્ષિત હાલતમાં તરછોડી દીધી હતી જેથી બનાવની ફરિયાદ પરથી પોલીસે આવી ક્રુરતા દાખવનાર જનેતા સામે આઈપીસી કલમ ૩૧૭ મુજબ ગુનો નોંધી જનેતાને શોધવા વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7