આ ગંભીર અકસ્માતના બનાવમાં બાઈક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત : ટોળાએ ગંભીર અકસ્માત સર્જનાર ડમ્પરને આગ ચાંપી….
વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ નજીકથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવાનને આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ બાદ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ કાળમુખા ડમ્પરને આગ ચાંપી સળગાવી દીધું હતું….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ નજીકથી પસાર થતા એક બેકાબુ બનેલા કાળમુખા ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવાન પરબતભાઈ પ્રભુભાઈ કાંગિયા નામના યુવાનનું ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે અન્ય એક બાઈક સવાર યુવાન પ્રવીણભાઈ કરમશીભાઈ સારલાને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવ બાદ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ કાળમુખા ડમ્પરને આગ ચાંપી દીધી હતી…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI