વિકાસ…વિકાસ… વિકાસ…: જીનપરા રોડ પર પડેલ ગાબડાં છ મહિનામાં દસ કરતાં વધુ વખત રીપેર થયા બાદ પુનઃ જૈસે થે સ્થિતિ….

0

સિમેન્ટ-કોંક્રિટથી પુરાણ કરતા ત્રણ ગણી મહેનત અને ખર્ચ નગરપાલિકાએ માટી પુરાણ પાછળ વેડફી, સામાન્ય વરસાદી ઝાપટા બાદ પુનઃ વહી દીન, વહી રાત…

વાંકાનેર શહેરના હાર્દ સમા અને ટ્રાફિકથી સતત ધમધમતા એવા જીનપરા મેઈન રોડ પર છેલ્લા ઘણા સમયથી દસ‌ કરતા વધુ નાના-મોટા ગાબડાંઓ પડી ગયા છે જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેમાં સ્થાનિક વાંકાનેર નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં દસ કરતાં વધુ વખત આ આર.સી.સી. રોડ પર પડેલ ગાબડાં માટીથી પુરાણ કર્યા છે, જેમાં સામાન્ય વરસાદના ઝાપટાં બાદ આ ગાબડાં પુન જૈસે થેની સ્થિતિમાં ફેરવવાઈ જાય છે, છતાં પણ આજ સુધી જવાબદાર તંત્ર દ્વારા આ ગાબડાં માટીથી પુરાણ કરી ગાડું ગબડાવવામા આવી રહ્યું છે….

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાબડાંઓ પુરવા માટે વાંકાનેર નગરપાલિકા દ્વારા દસ કરતાં વધુ વખત માટી પુરાણ કરવામાં આવ્યું છે જેમાં વેડફાયેલ મહેનત અને ખર્ચથી આ ગાબડાંઓ ત્રણ કરતાં વધુ વખત સિમેન્ટ કોંક્રિટથી પુરી શકાય છે, જે લાંબો સમય સુધી ચાલી શકે છે છતાં બેજવાબદાર બનેલ પાલીકા તંત્ર દ્વારા આજ સુધી બાબતે વાંકાનેરના નાગરિકોના પરસેવાની કમાણીના નાણાંનો દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી બાબતે નગરપાલિકા દ્વારા આ ગાબડાંઓ તાત્કાલિક સિમેન્ટ કોંક્રિટથી પુરી વાહન ચાલકોની સમસ્યા દૂર કરવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI