વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં કામ કરતા શ્રમિકને અચાનક કોઈ કારણસર વિજ શોક લાગતા તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વાંકાનેરના આણંદપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ આણંદપર ગામે રહેતા ચંદ્રેશકુમાર બીંદ નામના શ્રમિકને ખાણમાં કામ કરતી વેળાએ કોઈ કારણસર વીજ શોક લાગ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI