વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા એક યુવાને બે શખ્સોને ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇને બંને શખ્સોએ યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં પ્રાથમિક શાળા પાસે રહેતા અર્જુનભાઇ દિનેશભાઇ ગણોદીયાને આરોપી શંકર હકાભાઇ જીંજવાડીયા સાથે ગઈકાલે ગાળો બોલવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી શંકર હકાભાઇ જીંજવાડીયા અને સંજય નાગજી જીંજવાડીયા (રહે.બન્ને વીશીપરા)એ ફરિયાદી પર ધોકા વડે હુમલો કરી માથામાં ધોકો ફટકારી શરીરે આડેધડ ધોકા ફટકારી માર માર્યો હતો…

જેથી આ બનાવ અનુસંધાને ફરીયાદીએ બંને આરોપી સામે વાંકાનેર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!