વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના વેલનાથપરા વિસ્તારમાંથી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા કુલ આઠ શખ્સોને રોકડ રકમ રૂ. 20,350 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના કો. ક્રુષ્ણરાજસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ વાળાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના વેલનાથપરાના ચોકમાં જુગાર રેડ કરી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા શૈલેશભાઇ છનાભાઇ શંખેસરીયા(ઉ.વ‌. ૨૫), મનશુખભાઇ નરશીભાઇ બાબરીયા(ઉ.વ. ૩૬), તુષારભાઇ મનશુખભાઇ વડેરા(ઉ.વ. ૨૭), ભરતભાઇ છનાભાઇ પીપળીયા (ઉ.વ. ૨૫),

લલીતભાઇ મનુભાઇ બાબરીયા(ઉ.વ. ૨૬), હાર્દીકભાઇ ગોવીંદભાઇ અસૈયા(ઉ.વ. ૩૦), રામજીભાઇ ભીખાભાઇ બાબરીયા(ઉ.વ. ૩૪) અને શીવરાજસિંહ રજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. ૩૦, રહે. તમામ વાંકાનેર) સહિત આઠ શખ્સોને કુલ રૂ. 20,350ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!