શ્રી દોશી કોલેજ વાંકાનેર ના અધ્યાપક લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડા સાહેબને બેસ્ટ NCC ઑફિસર તરીકે ગઇકાલના રોજ રાજકોટ ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર શ્રી એસ. એન. તિવારી સાહેબે દ્વારા પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા…

દોશી કોલેજના એન.સી.સી. કેડેટ અને NCC ઑફિસર લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડા દ્વારા કોરોના કાળ દરમિયાન પણ કોરોના અંગે નાગરિકોમાં જાગૃતતા લાવવા માટે કરેલા કાર્યક્રમો તેમજ જુદા જુદા જાગૃતિ લક્ષી કાર્યક્રમોનાં આયોજનથી વાંકાનેરની દોશી કોલેજને બેસ્ટ કોલેજનો એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો…

આ સિદ્ધિ હાંસલ કરવા બદલ એન.સી.સી. કેડેટ અને લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડા સાહેબને શ્રી દોશી કોલેજ વાંકાનેરના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી અને કોલેજ પરિવારના સભ્યો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માં આવેલ તેમજ ચક્રવાત પરિવારના શુભચિંતક એવા ચાવડા સાહેબને ચક્રવાત ટીમ તરફથી પણ ખુબ ખુબ અભિનંદન….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!