વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે ગઈકાલે મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી…

આ બેઠકમાં મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે ભરતભાઈ ઓઝા, મહામંત્રી તરીકે ચિંતન ભટ્ટ, કારોબારીમાં બાબુભાઈ રાજગોર તથા એન. એન. ભટ્ટની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ તકે વેદમાતા ગાયત્રી માતાજીની સત્રછાયામા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા નવનિયુક્ત હોદેદારોની વરણીને વધાવી અને તમામ નવા હોદ્દેદારોને સન્માન કરી ગાયત્રી મંદિરના મહંત શ્રી અશ્વિનભાઈ રાવલે આશીર્વાદ આપ્યા હતા…

આ પ્રસંગે મોરબી પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, બ્રહ્મ અગ્રણી અનિલભાઈ મહેતા, વાંકાનેર ઔદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ રજનીભાઇ રાવલ, ઉપપ્રમુખ સુરેશભાઈ ભટ્ટ, પુષ્કરભાઈ ત્રિવેદી, વાકાનેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઈ ઓઝા, રાજુભાઈ મઢવી, અમરશિભાઈ મઢવી, શંકરભાઈ મઢવી, તેજસ જાની, સામજીભાઈ, પ્રશાંતભાઈ ઉપાધ્યાય, મયુરભાઈ ઠાકર સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!