વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં દરોડો પાડી માટીના ઢગલામાં છુપાવી રાખેલ 72 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી, આ વિદેશી દારૂના વેપલામાં ભાગીદાર એવા અન્ય એક શખ્સ સહિત કુલ ચાર શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં દરોડો પાડી આરોપી સંજય ઉર્ફે બાંગડ કરશનભાઇ ડાંગરોચા, અજય ઉર્ફે કુકો રૂપાભાઈ ડાંગરોચા અને સાગર રમેશભાઈ ડાંગરોચાને માટીના ઢગલા નીચે છુપાવી રાખેલ 72 બોટલ વિદેશી દારૂ અને એક બાઈક સહિત કુલ રૂ. 67,000ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુમાં આ બનાવમાં વિદેશી દારૂના વેપલામાં આરોપી ભાણજી વાલજીભાઈ દેકેવાડીયાનું નામ સામે આવતા વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!