અગાઉ મોરબી ડીએસપીને રજુઆત બાદ પણ પી.આઈ. દ્વારા ફરિયાદ દાખલ ન કરતાં હવે રાજકોટ રેન્જ આઇજીને લેખિતમાં ફરિયાદ કરતા અરજદાર….
વાંકાનેર સીટી પી.આઇ. કે. સી. છાસિયા સામે ગંભીર ગુનામાં પણ આરોપી સામે ગુનો ન નોંધવા બાબતે અગાઉ મોરબી ડીએસપીને રજુઆત બાદ પણ પી.આઈ. દ્વારા આરોપી સામે ગુનો ન નોંધાતા બાબતે ગુનેગારને છાવરવાના ગંભીર આક્ષેપ સાથે રાજકોટ રેંન્જ આઈજી સમક્ષ અરજી કરાતાં બાબતે વાંકાનેર વિસ્તારમાં ચકચાર જાગી છે…
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામની એક યુવતી ગુમ થઈ હોવાના બનાવમાં યુવતીને લઇ તેનો પ્રેમી પ્રકાશ ગંગારામ મકવાણા વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર થઈ પોલીસ સમક્ષ બંનેએ લગ્ન કર્યાનો દાવો કરી મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જે બાદમાં તપાસ કરતા આ સર્ટીફીકેટ બનાવટી અને નકલી હોવાનું પ્રમાણિત થયું હતું. જેથી બાબતે યુવતીના પિતાએ સરકારી પુરવામાં છેડછાડ કરી ખોટા ડોક્યુમેન્ટ રજુ કરનાર આરોપી પ્રકાશ સામે ગુનો નોંધવા વાંકાનેર સીટી પી.આઈ. કે. સી. છાસીયાને લેખિતમાં અરજી કરી હતી જેમાં ગુનો દાખલ કરવાનો ઇનકાર કરી અને અરજી મોરબી ડીવાયએસપીને કરવા જણાવ્યું હતું,
જેમાં બાબતે આરોપી સામે ગુનો નોંધવા વાંકાનેર મામલતદાર દ્વારા પીઆઇને નિયમ મુજબ કાનૂની કાર્યવાહી કરવા આદેશ કરવા છતાં પણ પીઆઈ દ્વારા આરોપી સામે ગુનો ન નોંધાતા બાબતે આખરે અરજદાર દ્વારા રાજકોટ રેન્જ આઇજીને લેખિતમાં અરજી કરી અને વાંકાનેર સીટી પીઆઈ ગંભીર ગુનામાં આરોપીને છાવરતા હોવાના આક્ષેપ કરી આરોપી સામે ગુનો નોંધવા માંગ કરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU