વાંકાનેર તાલુકાના વિનયગામની સીમમાં આવેલ ખેતરના શેઢા બાબતે થયેલ તકરાર મામલે છ શખ્સોએ યુવાન પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બાબતે યુવાને છ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામ ખાતે રહેતા ફરિયાદી ભરતભાઇ રવજીભાઈ ચૌહાણએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને તેમના વાડીના પાડોશી ચમન રમેશભાઈ સાથે સેઢા બાબતે તકરાર ચાલતી હોય, જેમાં ગઈકાલ રાત્રીના ફરિયાદી વિનયગઢ ગામે દુકાન પાસે ઉભા હોય ત્યારે આરોપી સગરામભાઈ પાંચાભાઈ, રમેશભાઈ ચમનભાઈ,

મેરામભાઈ ચમનભાઈ, દિનેશભાઇ, સવજીભાઈ નરસીભાઈ અને ચમનભાઈ રમેશભાઈ ત્યાં આવી સેઢાની તકરાર બાબતે ફરિયાદી પર લાકડી વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!