મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલા બંધ બોડીના કન્ટેનર ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ-બિયરની 925 પેટી સાથે બે રાજસ્થાની આરોપીઓને ઝડપી પાડી પોલીસે કુલ રૂ. 51.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી બંધ બોડીના ટ્રક કન્ટેનર નંબર RJ 14 GF 2902માં દારૂ બિયરનો જંગી જથ્થો રાજકોટ તરફ લઈ જવામાં આવી રહ્યો છે, જેના આધારે એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમી વાળો ટ્રક ત્યાંથી નિકળતા પોલીસે તેને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ બિયરની 925 પેટી જથ્થો મળી આવ્યો હતો….
જેથી પોલીસે આ બનાવમાં ટ્રક કન્ટેનરમાંથી રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની 960 બોટલ (કિંમત રૂ. 4,99,200), મેઝીક મુમેન્ટ ગ્રીન એપલ વોડકાની 1116 બોટલ (કિંમત રૂ. 4,46,400), મેકડોવેલ્સ-1 કલેકશન વ્હીસ્કીની 2352 બોટલ (કિંમત રૂ. 8,82,000), રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કીની 180 એમએમના ચપલા નંગ 1920 (કિંમત રૂ. 1,92,000), ઓલ સીઝન વ્હીસ્કીની 180 એમએલ ચપલા બોટલ નંગ-4560 (કિંમત રૂ. 6,84,000),
મેકડોવેલ્સ-1 વ્હીસ્કીની 180 એમએલની ચપલા બોટલ નંગ 9408 (કિંમત રૂ. 9,40,000), હેવર્ડ્સ 5000 સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-5400 (કિંમત રૂ. 5,40,000) કબ્જે કરી ગુન્હાના કામમાં ઉપયોગમાં લેવાયેલ ટાટા ટ્રક કન્ટેનર કિંમત રૂપિયા 10 લાખ, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન એક કિંમત રૂપિયા 5000 અને રોકડા રૂપીયા 2100 સહિત કુલ રૂ. 51,91,500ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક ભેરારામ ભાખરારામ બિશ્નોઇ, (રહે. બલાના તા.સાંચોર, જી.ઝાલોર રાજસ્થાન) અને ગોપાલ રત્નારામ બિશ્નોઇ (રહે. ડાંગરા તા.સાંચોર જી.ઝાલોર, રાજસ્થાન)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સાથે જ આ બનાવમાં આરોપી સુરેશ સુજાનારામ બિશ્નોઇ (રહે. જાખલ, હરીયાળી તા.સાંચોર જી.ઝાલોર, રાજસ્થાન)નું નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહિબીશન એક્ટ 65-A, 65-E, 116-B, 81, 83, 92(2) તથા આઇપીસી કલમ 465, 467, 468, 471 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU