દૂધ, અનાજ, કઠોળ, ખાદ્યતેલ, શાકભાજી, પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, સીએનજી સહિતના ભાવવધારા બાદ હવે આગામી દિવસોમાં વિજળીનો ઝાટકો પ્રજાને લાગે તેવી પૂરેપૂરી શક્યતા છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંઘએ એવો નિર્દેશ આપ્યો છે કે, દર યુનિટે ૫૦ પૈસાથી રૂપિયા ૧નો વધારો કરવો જરૂરી બન્યો છે. તેઓએ જણાવ્યું છે કે, હાલ કોલસાની અછત ઉપરાંત કાળઝાળ ઉનાળાના કારણે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે મોટી ખાઇ સર્જાવાથી વિજળીની તંગી ઉભી થઇ છે અને તે ખરીદવી પડી રહી છે. એટલું જ નહીં, વિવિધ વિજ કંપનીઓને ખોટના ખાડામાંથી બહાર કાઢવા માટે પણ ભાવવધારો કરવો જરૂરી બન્યો છે….
અત્રે એ નોંધનીય છે કે, દેશના અનેક ભાગોમાં કોલસાની અછતના કારણે વિજકાપ મુકવો પડયો છે. વધુમાં દેશભરમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોવાથી વિજળીની માંગ વધી છે અને તેની સપ્લાય પૂરી કરવા વિવિધ વિજ કંપનીઓ ઉંધા માથે થઇ ગઇ છે. જો, વિજળીનો ભાવવધારો ઝીંકવામાં આવશે તો મોંઘવારી ક્યાં પહોંચશે તે એક સવાલ છે…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7