મોરબી જિલ્લામાં પરીક્ષા આપનાર 1448 પૈકી 1236 વિદ્યાર્થીઓ ઉતીર્ણ : 215 વિદ્યાર્થીઓ ફેઈલ…

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાયેલ ધોરણ-12 સાયન્સની પરીક્ષા અને ગુજકેટના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે સમગ્ર રાજ્યનું સરેરાશ 72.02 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 85.78 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ અને 85.36 ટકા સાથે મોરબી જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે…

મોરબી જિલ્લામાં પરિણામની ટકાવારી જોવામાં આવે તો પરીક્ષા આપનાર 1448 પૈકી 1236 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે અને 215 વિદ્યાર્થીઓ ફેઈલ થતા જિલ્લાનું સરેરાશ 85.36 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં કુલ ત્રણ કેન્દ્ર પૈકી વાંકાનેર કેન્દ્રનું સૌથી ઉંચુ 91.22 ટકા, હળવદ કેન્દ્રનું 90.45 ટકા અને મોરબી કેન્દ્રનું 82.34 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 15 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે…

મોરબી જિલ્લામાં કુલ 1451 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી 1448 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1236 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે જયારે 215 વિદ્યાર્થીઓ ફેઈલ થયા છે. મોરબી જિલ્લામાં સરેરાશ 85.36 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં કુલ ત્રણ કેન્દ્ર પૈકી વાંકાનેરનું સૌથી ઉંચુ 91.22 ટકા, હળવદનું 90.45 ટકા અને મોરબી કેન્દ્રનું 82.34 ટકા પરિણામ જાહેર થયું છે ,

જેમાં 15 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ સાથે, 117 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડ સાથે, 260 વિદ્યાર્થીઓ B-1 ગ્રેડ સાથે, 290 વિદ્યાર્થીઓ B -2 ગ્રેડ સાથે, 315 વિદ્યાર્થીઓ C-1 ગ્રેડ સાથે, 213 વિદ્યાર્થીઓ C-2 ગ્રેડ સાથે અને D ગ્રેડ સાથે 26 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે અને 215 વિદ્યાર્થીઓ ફેઈલ થયા છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

 

error: Content is protected !!