ગ્રીન ચોક ખાતે આજુબાજુના વેપારીઓએ કરેલ અરજી અને જગજાહેર દબાણ બાદ પણ તંત્રની ગંભીર બેદરકારી, ‘ આ કામ અમારામાં નો આવે ‘નું રટણ….
વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતે છેલ્લા ઘણા સમયથી અમુક અસામાજિક તત્વો દ્વારા ટ્રાન્સપોર્ટ ઓફિસ અને ગોદામોની પાછળ આવેલ મચ્છુ નદી ખાતે ગેરકાયદેસર રીતે દબાણ કરી કબ્જો જમાવી બાંધકામ કરવાની તૈયારી કરી રહ્યા હોય, જેથી આ બાબતે આજુબાજુના વેપારીઓ દ્વારા ગત તા. ૧૯/૦૪ ના રોજ વિવિધ સરકારી કચેરીઓમાં પાંચ આરોપીઓના નામ જોગ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરેલ પરંતુ બાબતે આજસુધી કોઈ જવાબદારી અધિકારીઓ દ્વારા આરોપીઓ સામે પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવી નથી, જેનાથી કંટાળી વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે…
બાબતે ફરિયાદી હમદબીન અલીભાઈ છબીબી, મલકાણી અલીઅસગર જૈનુદ્દીન અને અબ્દુલકરીમ ઠાસરીયાએ ગત તા. ૧૯/૦૪ ના રોજ કરેલ અરજીમાં વિગતો આપતા જણાવ્યું છે કે, અરજદારોના ગ્રીન ચોક ખાતે આવેલ મકાન તથા ગોદામોની પાછળના ભાગે આરોપી ગેલાભાઈ ડાભી, હીરાભાઈ ભગત, અજય કાળુભાઈ, લાખાભાઈ કાળુભાઈ અને કવાભાઈ ભરવાડ દ્વારા મચ્છુ નદીમાં ગેરકાયદેસર રીતે માટી ભરી અને ગ્રીન ચોક વિસ્તારના પાણીનાં મચ્છુ નદીમાં નિકાલ પર ગેરકાયદેસર કબ્જો જમાવી દબાણ કરેલ હોય,
અને આ જગ્યા પર આરોપીઓ દ્વારા રાત્રીના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ ધરી અને સરકારી જમીનો પર ખોદકામ કરી બાંધકામ કરવાની તૈયારી કરી રહ્યા છે. જેનાથી આજુબાજુના વેપારીઓ અને રહિશોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ બાબતે ફરિયાદીએ આરોપીઓને દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા જણાવતાં તેઓએ ફરિયાદી અને તેમના પરિવારને ધમકી આપી અને તેઓ સરકારી જમીન પર દબાણ કરશે તથા જેને જે થાય તે કરી લે તેવું જણાવ્યું હતું….
બાબતે ફરિયાદીઓ દ્વારા વાંકાનેર નાયબ કલેક્ટર, મોરબી જિલ્લા કલેકટર, ગુજરાતના મુખ્યમંત્રી, વાંકાનેર સીટી પીઆઈ, મોરબી જિલ્લા પોલીસ વડા અને ખાણ ખનીજ અધિકારીઓને લેખિતમાં અરજી કરી હોવા છતાં બાબતે આજસુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી અને અધિકારીઓ પોતાની ફરજ પરથી છટકી અને આ કામ અમારામાં નો આવે તેવા ઉડાઉ જવાબો આપતા હોય જેથી આ બાબતે જો જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક આરોપી સામે યોગ્ય પગલાં ભરી અને આ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ન આવે તો આજૂબાજૂના વેપારીઓ અને રહિશો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7