ધોરણ 12 સાયન્સના પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવતો ગમારા રમેશ….

0

વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામના નેસમાં રહેતા અને માલધારી પરિવારના પુત્ર ગમારા રમેશે આજે જાહેર થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામમાં 97% સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચી દીધો છે. ધોરણ 12 સાયન્સના અત્યાર સુધીના બોર્ડના પરિણામમાં 99.98PR મેળવનાર રમેશ ગમારા વાંકાનેરનો પ્રથમ વિદ્યાર્થી છે…

ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર રમેશની ટીમ ચક્રવાત ન્યુઝે મુલાકાત લઈ અને તેણે મેળવેલ આ અસાધારણ સફળતા બાબતે પુછતા તેણે આ સફળતા માટે પોતાની શાળા અને શાળાના શિક્ષકોની ખૂબ મહેનતને કારણભૂત ગણાવી હતી. રમેશ હાલ જ્ઞાનગંગા સ્કૂલના કોચીંગ હેઠળ આગામી જુલાઇ મહિનામાં લેવાનાર NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. રમેશ આગામી NEET પરીક્ષામાં પણ ખૂબ સારા માર્કસ મેળવી ગુજરાતની નામાંકિત સરકારી મેડિકલ કોલેજમાંથી M.B.B.S. થવા મહેનત કરી રહ્યો છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7