વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ ખાતે પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ચોક નજીક આવેર શેરીના પટમાં અમુક શખ્સો સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા દેખતા પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતાં ચાર શખ્સોને રંગહાથ ઝડપી લીધા હતા, જ્યારે અન્ય એક શખ્સ દરોડા દરમ્યાન નાશી જતાં પોલીસે પાચેય શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વીડી જાંબુડિયા ગામના ચોક નજીક આવેલ શેરીના પટમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક લોકો કુંડાળું વળી જુગાર રમતા દેખાતો પોલીસ સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧. પ્રવીણભાઈ પાંચાભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા), ૨. અર્જુનભાઈ ભાવેશભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા), ૩. સતીશભાઈ હર્ષદભાઈ વૈષ્ણવ (રહે. વઢવાણ) અને ૪. કિશનભાઈ જેમાભાઈ દેકાવાડિયા(રહે. વીડી જાંબુડીયા)ને રોકડ રકમ રૂ. 700 સાથે ઝડપી લીધા હતા.
જ્યારે પોલીસના આ દરોડા દરમિયાન અન્ય આરોપી ૫). કિશનભાઈ દાનાભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા) નાસી જતાં પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU