વાંકાનેર તાલુકાના ભેરડા ગામના બોર્ડ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડને શરીરે ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવ અનુસંધાને મૃતકના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા વાહન ચાલકે સામે ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામ ખાતે રહેતા શામજીભાઈ છગનભાઇ વાઘેલા પોતાનું ડિસ્કવર મોટર સાયકલ નં. GJ 03 DB 6248 લઇને કામે ગયા હોય, જ્યાંથી રાત્રીના આઠ વાગ્યાની આસપાસ પરત ફરતી વેળાએ ભેરડા ગામના બોર્ડ પાસે તેમના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં શામજીભાઈને શરીરે ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!