વાંકાનેર તાલુકાના ભલગામ નજીક થોડા દિવસ અગાઉ બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં યુવાનના બાઈકમાં પાછળ બેઠેલ તેના ભાભીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર બાદ મહિલાનું મોત થતાં, આ બનાવમાં મૃતક મહિલાના દિયરએ બાઈક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા માલાભાઈ મંગાભાઈ ડેંગડા (ઉ.વ. ૨૬)એ વાંકાનેર તાલુકા પોલીસમાં નંબર પ્લેટ વગરના બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેરના ભલગામ નજીકથી તેઓ પોતાના બાઈક નંબર GJ 36 A 5839 લઈને તેમના ભાભી વર્ષાબેનને લઇને જતા હોય ત્યારે આરોપીએ નંબર પ્લેટ વગરના બાઈક ફરિયાદીના બાઈક સાથે અથડાવતાં અકસ્માત સર્જાયો હતો,

જેમાં વર્ષાબેનને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી સારવાર લઈને ઘરે આવ્યા બાદ તેઓને માથામાં દુઃખાવો થતાં તેમને બેભાન હાલતમાં ફરી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક મહિલાના દિયરએ અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!