વાંકાનેર શહેર ખાતે કાર્યરત વિદ્યાભારતી શૈક્ષણિક સંસ્થામાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાખામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વિદાય અને શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા બાદ વિદ્યાર્થીઓએ શાળા કાર્યકાળ દરમ્યાનના સ્મરણો વાગોળ્યા હતા…
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રામાણી ઇન્સ્ટિટયૂટ રાજકોટના ડાયરેકટર ડો. વી. કે. રામાણી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સમયની સ્ટ્રેટેજી, જીવનમાં મુશ્કેલી તથા અગવડો વચ્ચે સફળ થયેલ વ્યક્તિઓના જીવન વિશેનું પ્રેરણાદાયી વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષા માટેની ઉત્તમ તૈયારી તનાવ વગર કઈ રીતે કરવી તેના વિશે સરળ સમજૂતી આપી હતી.
આ સાથે વિદાયમાન અને શુભેચ્છા સમારોહમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પણ શાળા પ્રત્યેની તેમની લાગણી તથા સમગ્ર અભ્યાસ કાળ દરમિયાનના સંસ્મરણો વાગોળી અને સર્વાગી શિક્ષણની સાથે મળેલા સંસ્કાર અને મૂલ્યોના અનુભવોને પ્રતિભાવો દ્વારા સરળ-સચોટ શૈલીમાં વક્તવ્ય રજૂ કર્યું હતું. આ તકે શાળા પરિવાર વતી આચાર્ય દર્શનાબેન જાની, ટ્રસ્ટીશ્રી વિનુભાઈ રૂપારેલીયા, વિનુભાઈ શાહે, આચાર્ય નિલેશભાઈ ધોકિયા સહિતના ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરિક્ષા માટે ઉચ્ચ ગુણાંક સાથે ઉતીર્ણ થવાની શુભકામનાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC